Published on June 15, 2015
મારે ફરી એક વાર બાળક થવું છે.
મૃગજળ ને કહો ખોવાય ના… એમાં ડૂબકી લગાવી ખોવાએલું શૈશવ ખોળવું છે,
મારે ફરી એક વાર બાળક થવું છે.
લેપટોપ બેગ થી થાકી જતાં ખભા ઉપર,
પેલી ભારે ભરખમ સ્કુલ બેગ ભરાવી મિત્રો સાથે દોડવું છે.
Budget, economy અને current-affairs ની debate ભૂલીને,
બાળપણ એક ખૂણામાં સંકેલીને ઘર-ઘર રમવું છે.
Growth-chart અને analytical-survey નાં multi-color graphs ભૂંસીને,
દસે આંગળિયો color-tray માં બોળી બસ મારે તો મનગમતા કાગળ પર રંગીન સપનાંની સૃષ્ટિને ચીતરવી છે.
Gym અને diet plan ની પળોજણમાં ક્યાં પડવું?
મારે તો બસ દોડાદોડી કરી, રેતીમાં આળોટી, પરસેવે નહાઈ, મસ્ત ને અલમસ્ત રહેવું છે.
Future security, equity and property નાં stress છોડીને,
Semester exams નાં tensions ની મજા લેવી છે.
Management-funda અને ચાણક્યનિતીની ચોપાટ બહુ ૨મી હવે,
Hide and Seek અને puzzle game માં મિત્રોથી જીતી જવું છે.
Artificial Intelligence અને Google Balloons નાં સંશોધનો તો બહુ વાંચ્યા,
ચાલ આજે તો વાદળોથી ઢંકાઈ જતાં ચાંદાને પક્ડી લેવાનું પેલું ભુલાઈ ગયેલું સપનું પુરું કરવું છે.
What’s App અને Facebookની digital દોસ્તીનાં union અને reunion તો artificial flowers નાં buckeye જેવાં છે,
મારે તો ખુલ્લા આકાશ નીચે પેલાં બાળપણનીં દોસ્તીનાં મઘમઘતાં બગીચામાં હાથ પ્રસારી… એ આયખું સમેટી લઈ ફરી જીવી લેવું છે.
હું એક ક્ષણિક અસ્તિત્વ છું. હર પળ એને ટકાવવા મથું છું…
‘મને’ મસ્તીનો વરખ ચડાવવા મથું છું…
મારાં મનનું પેલું બાળક દબાએલા અવાજે ક્યારેક મને ટકોરો દઈ કહે છે…
“આ અવનિની પ્રાક્રુતિક વિશાળતા શ્વાસમાં ભરીને જીવવું છે…
મારે ફરી એક વાર બાળક થવું છે…”